

અમદાવાદમાં (Ahmedabad) શનિવારે વહેલી સવારે ધૂમ્મસભર્યું વાતાવરણસ થયું હતું અને રવિવારે પણ ઠંડક લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે (forecast department) આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં (Gujarat) કડકડતી ઠંડી (cold update) પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભારત-પાકિસ્તાન સરહદ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે.


અમદાવાદમાં 31.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.1 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 13.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.3 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં શુક્રવારે દિવસ દરમિયાન સાધારણ ગરમીનો પણ અનુભવ થયો હતો. શનિવારે સમગ્ર રાજ્યમાં 11.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું હતું. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં 31 જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેશે.


હવામાન વિભાગની આગામી પ્રમાણે, 4 દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં 31 જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેશે.


હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં આજે, રવિવારે અને સોમવારે કોલ્ડવેવની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડવાની આગાહી કરાઈ છે. આ સાથે આજથી 26 જાન્યુઆરી દરમિયાન લઘુતમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.