આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskantha) ચાંગા ગામ પાસે ચપ્પાનાં ઘા મારી એક યુવકની હત્યા (Murder) કરાઇ હોવાની ઘટના સામે આવી છે જેમા બે દિવસ અગાઉ થયેલા ઝઘડા બાબતે ઠપકો આપવા મિત્ર સાથે ગયેલા મિત્ર ની કરપીણ હત્યા થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની વિગતો એવી છે કે જિલ્લાના કાંકરેજ તાલુકાના ચાંગા ગામ પાસે ગઈકાલે મોડી સાંજે સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા કરી હોવાની ઘટના બની છે, જેમાં ચાંગા ગામે બે દિવસ અગાઉ જ અલ્પેશ ચૌધરી અને પિયુષ પરમાર વચ્ચે બોલાચાલી થઇ હતી જો કે તે સમયે મામલો સ્થાનિક લોકો ના સમજાવટ થી મામલો થાળે પડી ગયો હતો પરંતુ ગઈકાલે મોડી સાંજે પિયુષ પરમાર તેના મિત્ર પ્રકાશ ઠાકોર સાથે અલ્પેશ ને ઠપકો આપવા માટે ગયા હતા.

હત્યા કરી અલ્પેશ ત્યાંથી નાસી ગયો હતો, ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો તેમજ થરા પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પી એમ માટે તેમજ ઈજાગ્રસ્તો યુવકને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટના મામલે થરા પોલીસે ફરાર અલ્પેશ વિરમાભાઈ ચૌધરી સામે હત્યા નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.