

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના કાપરા પાસે આજે હિટ એન્ડ રનની (Hit and Run in Banaskatha) ઘટના બની છે. જેમાં ડીસાના (Deesa) જાણીતા CAની પત્નીનું (Wife of CA died) અકસ્માતમાં મોત થતા તેમને પોતાની પત્નીની આંખો નું ચક્ષુદાન કરી બીજા વ્યક્તિ ની જીવનમાં આંખો જીવતી રહે જે માટે ચક્ષુદાન કર્યું છે જોકે આ ચક્ષુદાન માળી સમાજ માટે પ્રથમ દાન છે. આમ દક્ષાબેનનાં ચક્ષુ કોઈ બે અથવા તો એક જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની જિંદગીના અંધારા ઉલચશે


બનાસકાંઠાના ડીસા ના જાણીતા CA લલિત ટાંક અને તેમની પત્ની દક્ષાબેન આજે વહેલી સવારે લાખણી પાસે ગેળા હનુમાનજી ના દર્શન કરવા ચાલતા જઈ રહ્યા હતા. કાપરા ગામ પાસે પસાર થતા અજાણ્યા વાહન ચાલકે પદયાત્રી દંપતી ને પાછળ થી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં દક્ષાબેન રોડ પર પટકાતા અને માથા ના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યુંહતું.


અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં લાલિતભાઈ નો આબાદ વચાવ થયો હતો. 33 વર્ષની નાની ઉંમરે અકાળે દક્ષાબેન નું મોત થતા લલીતભાઈએ તેમની પત્ની ના મોત બાદ કોઈકના આંખો માં વસીને જીવતી રહે તે હેતુથી તેઓ એ ચક્ષુદાન કર્યું છે.


સાથે જ માળી સમાજ સાહિત બીજી સમાજમાં પણ દાખલો બેસે તે હેતુથી ચક્ષુદાન કરવા ની તૈયારી દાખવતા પાલનપુર ખાતેથી આરોગ્ય વિભાગ ની ટીમ આવી પહોંચી હતી.જોકે સમાજ ના અગ્રણી મગનલાલ માળી એ જણાવ્યું હતું કે ઘટના દુઃખદ છે પણ દક્ષાબેન કોઈની આંખો માં જીવતા રહેશે અને અમારા સમાજ માં પ્રથમ ચક્ષુદાન હોઈ સમાજ માટે દક્ષાબેન પ્રેરણા રૂપ સાબિત થશે.