આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના (Banaskantha news) વાસણ ગામેથી (Vasan village) બે યુવકોનું અપહરણ અને લૂંટ (Kidnapping and robbery) કરી 15 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલે જિલ્લા એલસીબી અને ધાનેરા પોલીસે (Dhanera police) સાથે મળી અલગ અલગ ટીમો બનાવી અપહરણકરોની ચુંગાલમાંથી બંને યુવકોને છોડાવ્યા છે. તેમજ અપહરણ કરનાર છ શખ્સોની પણ અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.