

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના ડીસા પાસે આવેલ ઓવરબ્રિજ પર આજે ટ્રેલર ની પાછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેલરમાં અચાનક આગ લાગી જતા એક ચાલક નું સળગી જતાં કરુણ મોત થયું હતું. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે ઓવરબ્રીજ પર આજે વહેલી સવારે એક ટ્રેલર ની પાછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આગળ જઇ રહેલા ટ્રેલર ચાલકે બ્રેક મારતા જ પાછળ આવી રહેલા ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતથી અચાનક ટ્રેલર માં આગ લાગી જતા અફડાતફડી સર્જાઇ હતી.


બનાવને પગલે ડીસા નગરપાલિકા ની ફાયર ફાઇટરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ફાયર ફાઈટરની ટીમ આગ બુઝાવે તે પહેલા એક ટ્રેલર ચાલક કેબિનમાં જ સળગી જતા તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી


આગ એટલી વિકરાળ હતી કે ડ્રાઇવર પોતાની કેબિનમાં જ સળગીને ભડથું થઈ ગયો હતો. ઘટનાના પગલે આગના ગોટેને ગોટા વળ્યા હતા અને રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આગને કાબુમાં લઈને ટ્રકના ડ્રાઇવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.