બનાસકાંઠા: થરાદ (Tharad)માં એક યુવકે તેની પત્નીના આડા સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આપઘાત પહેલા યુવકે એક વીડિયો વાયરલ કર્યો હતો તેમજ નોટબુકમાં અલગ અલગ પાનામાં સુસાઇડ નોટ લખી છે. સુસાઈડ નોટમાં યુવકે ઉલ્લેખ કર્યો છે કે તેની પત્નીના આડા સંબંધથી તે પરેશાન હતો. આ ઉપરાંત તેની પત્ની આખી રાત અન્ય યુવકો સાથે મોબાઇલ ફોનમાં વાત કરતી રહેતી હતી. યુવકે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે તેણે લગ્ન ન કરવા હોવા છતાં માતાપિતાના દબાણને પગલે લગ્ન કરવાની ફરજ પડી હતી. પોલીસે આ મામલે યુવક પાસેથી મળેલી સુસાઇડ નોટ અને આપઘાત (Suicide) પહેલાના વીડિયોને આધારે તેની પત્ની અને અન્ય ચાર યુવકો સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકની સુસાઇડ નોટના અંશો નીચે પ્રસ્તૃત છે.