આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : એકબાજુ માંડ માંડ કોરોના કેસ ઘટ્યા છે ત્યાં ફરી એકવાર રાજકીય મેળાવડાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. આજે બનાસકાંઠામાં સાંસદ પરબત પટેલની હાજરીમાં થરાદના માંગરોળ ગામે યોજાયેલા કાર્યક્રમમાં લોકોની ભીડ ઉમટી હતી. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાર્યક્રમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.