આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ માઉન્ટમાં (Heavy rain in mount abu) આહલાદક વાતાવરણના કારણે ગુજરાતી સાહેલાણીઓનો ઘસારો વધ્યો છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી (trees collapsed) થઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ અને પવનના કારણે વૃક્ષ નીચે 5 જેટલી ગુજરાતીઓની ગાડી દબાઈ જતાં ગાડી માલિકોને પણ ભારે નુકસાન થયું છે.
બનાવને પગલે સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને રાહત કામગીરી શરૂ કરી હતી. તેમજ વરસાદના કારણે પ્રવાસીઓને જર્જરિત મકાનો, વૃક્ષો કે હિલ સ્ટેશનથી દૂર રહેવા માટે પણ સૂચનાઓ પણ આપી હતી. ઘટના અંગે ગુજરાતી પ્રવાસી અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે વૃક્ષ પડતા મારી ગાડીને નુકસાન થયું છે.