આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના (Banaskantha news) સરહદી વિસ્તારોમાં રાત્રિના સમયે ઘરોમાં ધાડ પાડી સોનાના દાગીનાની લૂંટ આચારતી ગેંગ અને પોલીસે ઝડપી પાડી છે. જિલ્લા એલસીબી ટીમે (lCB team) અલગ અલગ વિસ્તારોમાં ધાડ વીથ લૂંટ આચરતી ગેંગના (Loots gang) સાત સાગરીતોને સોનાના દાગીના અને ગાડી સહિત પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ અને થરાદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના ઘરોમાં ધાડ પાડી લુંટ અચરતી ગેંગ સક્રિય થઇ હતી અને અલગ-અલગ ઘટનાઓ અંગે અનડિટેકટ ગુન્હાઓ નોંધાયા હતા. જે મામલે જિલ્લા એલસીબી ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન આજે વાવ ચાર રસ્તા પાસે આવેલી એક હોટલ પરથી સાત શંકાસ્પદ લોકો ઇકો ગાડી લઈને સોનાના દાગીના વેચવા માટે નીકળ્યા હોવાની માહિતી મળતા જ થરાદ ઢીમા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.
તેમની પાસેથી સોનાના દાગીના, મોબાઈલ અને ગાડી સહિત 5 લાખ ઉપરાં નો મુદામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ગેંગ ના મોટાભાગના આરોપીઓ હીરાના કારીગરો છે અને કોરોના મહામારીના સમયમાં હીરા ઉદ્યોગમાંપણ ભયંકર મંદી આવી હોવાના કારણે હવે તેઓ હવે ગુજરાન ચલાવવા લૂંટ જેવા ગુનાહિત કૃત્ય આચરતા હોવાનું જાણવા મળ્યું હતું .