

આનંદ જયસ્વાલ બનાસકાંઠા : રાજ્યના સરહદી બનાસકાંઠા (Banaskatha) જિલ્લામાં ગઈકાલે એક ફિલ્મી લૂંટની (Loot) ઘટના ઘટી હતી. અહીંયા દાંતીવાડાના (Datiwada) જાત-ભાડલી ગામે લૂંટની એક ઘટનામાં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ ગામમાં સાધુબાવાના વેશમાં હરિયાણા (Haryana) પાસિંગની કાર લઈને આવેલા ત્રણ શખ્સોએ સોનાની મરકી અને રોકડની લૂંટ (Gold and Cash) ચલાવી હતી.


લૂંટ ચલાવી અને આ શખ્સો ભાગવા ગયા હતા પરંતુ તેમની કાર પાછળ ગ્રામજનો ટ્રેક્ટર લઈને પીછો કર્યો હતો. રણવિસ્તારમાં હરિયાણા પાસિંગની મારૂતિ સ્વીફ્ટ ફસાઈ જતા આ લૂંટારૂઓના હાલ બેહાલ થઈ ગયા હતા. પરંતુ સમગ્ર ઘટનાના દૃશ્યો એક ફિલ્મના માહોલ જેવા ઉત્તેજત જણાતા હતા.


બનાવની વિગત એવી છે કે જાત અને ભાડલી ગામ પાસે લૂંટની ઘટના ઘટી હતી. અહીંયા સાધુબાવાના વેશમાં આવેલા ત્રણ શખ્સોએ રાહદારીઓને રસ્તો પૂછવાનું કહી મંત્રેલું પાણી પીવડાવી અને સોનાની મરકી અને રોકડ સહિતની મતાની લૂંટ ચલાવી હતી. જોકે, ભોગ બનનાર કઈ સમજે તે પહેલાં જ આ લૂંટારૂઓ નાસી ગયા હતા.


જોકે, લૂંટ કરીને આ શખ્સો ભાગી જતા તેમની પાછળ ગ્રામજનો દોડ્યા હતા. આ પકડમપટ્ટીનો ફિલ્મી ઢબે અંજામ આવ્યો હતો જેમાં રણજેવા રેતાળ વિસ્તારમાં લૂંટારૂઓની કાર ફસાઈ જતા તેઓને રોવાનો વારો આવ્યો હતો. લૂંટારૂઓને ઝડપી પાડીને ગ્રામજનોએ પાંથાવાડા પોલીસ મથકમાં સોપ્યા છે.