આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાલનપુરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધાનેરા, ડીસા, વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. જ્યારે પાલનપુરની અનેક સોસાયટીઓમાં ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.