મહેન્દ્ર અગ્રવાલ, અંબાજી: યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને (Ambaji bhadarvi poonam) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના (coronavirus pandemic) કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. જોકે ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમનજસ્તા વચ્ચે યાત્રીકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છેને મેળા શરૂ થવાના પહેલે જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રી માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું છે. તેમ અંબાજી માં યાત્રિકોનો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે.
આજે અંબાજી પંથકમાં ઝરમરતા વરસાદ (Rain in Ambaji) વચ્ચે પણ દાહોદ જિલ્લાના લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો હતો ને જેમાં 151 જેટલા પદયાત્રીઓ આ એક કિલોમીટર જેટલી લાંબી ધજા ને માતાજી ના મંદિરે ચઢાવામા આવી હતી. જોકે આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ સમગ્ર લીમખેડા વિસ્તાર નો આસ્થા નું પ્રતીક માનવામાં આવી રહ્યું છેને નવરાત્રી માં માં અંબે ને તેડુ આપવા અંબાજી પહોતી ગયા છે.
જોકે કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ચાલુ વર્ષે મેળો યોજાશે કે નહીં કે પછી મંદિર પણ ખુલ્લું રહેશે કે બંધ તેની કોઈ વિધિવત જાહેરાત કરાઈ નથી પણ મેળો મુલતવી રહેને મંદિર પણ બંધ રહેવાની શક્યતાઓને ધ્યાને લઈ આ વખતે પદયાત્રીઓ મેળા પૂર્વેજ પોતાની યાત્રા શરૂ કરી દીધી છે ને જે હાલ અંબાજીમાં મેળા જેવોજ માહોલ જોવામલી રહ્યો છે.
મેળો 14 સપ્ટેમ્બરે શરૂ થવાની શક્યતાઓ પૂર્વેજ અરવલ્લીની ડુંગરીઓ વચ્ચે પસાર થતા અંબાજીના માર્ગો બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યા છે. અને અનેક સંઘોના પદયાત્રીઓ માતાજીનો રથ ખેંચી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ને એક ટેક પુરી કરવા અંબાજી પહોચી રહ્યા હોય તેવો ઉત્સાહ પદયાત્રીઓમાં જોવા મળી રહ્યો છે.
એટલું જ નહીં મેળો યોજાશે કે કેમ મંદિર ચાલુ રહેશે કે બંધ તે અંગેની જાહેરાત મંદિર ટ્રસ્ટે કે સરકારે વહેલા કરવી જોઈએ તેવી પણ માંગ કરી હતી. જેથી સેંકડો કિલોમીટર દૂરથી પદયાત્રાનું આયોજન કરનારાઓને જાણ થઇ શકે. જોકે આવા પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો કાર્યરત થતા હોય છે પણ ચાલુ વર્ષે પદયાત્રીઓ તો અંબાજી જઈ રહ્યા છે. પણ રસ્તામાં એક પણ સેવા કેમ્પ નથી.
હાલમાં મેળાની કોઈ પણ પ્રકારની જાહેરાત કરાઈ નથી. બીજી તરફ પદયાત્રીઓ સંઘ સાથે માતાજીના રથ લઈ અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ અંબાજી પહોંચી રહેલા પદયાત્રીઓ માટેની સુવિધાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે મંદિરની તૈયારીઓને જોતા મેળો યોજાશે કે કેમ તે એક જ્યેષ્ઠ પ્રશ્ન બની રહ્યો છે. જોકે આ બાબતે હાજી મંદિર ટ્રસ્ટના અધિકારીઓ કઈ પણ કહેવા તૈયાર નથી.