

આનંદ જયસ્વાલ બનાસકાંઠા : બનાસકાંઠાના પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી ફરી એકવાર આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો છે. છેલ્લા 17 દિવસથી સિવિલમાં દાખલ કોરોનાગ્રસ્ત આરોપી શૌચાલય જવાનું કહી શૌચાલય ની બારીની ગ્રીલ તોડી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઇ છે. એક બાજુ ક્રિમિનલ વ્યક્તિના સમાજમાં ફરવાનો ડર અને બીજી બાજુ કોરોનાના સુપરસ્પ્રેડર તરીકે તેના ફરતા રહેવાના ડરના કારણે પોલીસ બમણી ઉપાધીમાં મુકાઈ છે.


પાલનપુર પૂર્વ પોલીસ મથકનો એક આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઈસ્માઈલ સુમરા નામના શખ્સ પોલીસે બે મહિના અગાઉ ચોરીના ગુન્હામાં અટકાયત કરી હતી. આરોપીને કોરોના પોઝિટિવ આવતાં જ 17 દિવસ થી તે પાલનપુર કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો.


તે દરમિયાન ગત મોડીરાત્રે આરોપીએ જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓને સૌચાલય જવાનું બહાનું કાઢી શૌચાલય ની બારીની ગ્રીલ તોડી ફરાર થઈ ગયો હતો. મોડે સુધી આરોપી બહાર ન આવતા અને પોલીસ કર્મીઓ તપાસ કરતાં આરોપી ફરાર થઈ ગયો હોવાનું માલુમ પડયો હતું.