

અંબાજીઃ અત્યારે કોરોના વાયરસે (coronavirus) સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. તહેવારો ઉપર પણ કોરોના વાયરસની ભારે અસર જોવા મળી રહી હતી. લાખો ભક્તોના આસ્થાના પ્રતિક એવા અંબાજીનો (Ambaji) ભાદરવી પૂમનનો (Bhadarvi Poonam) મેળો ચાલી રહ્યો છે. કોરોના વાયરસના કારણે અત્યારે અંબાજી જાણે ભક્તો વગર સુનું પડી ગયું હોય એવું લાગી રહ્યું છે. જોકે, દર વર્ષે ભાદરવી પૂનમ ભરવા માટે ગુજરાત સહિત દેશના વિવિધ સ્થળોથી લાખો ભક્તો અંબાજીમાં ઉમટી પડે છે. જોકે, આ વર્ષે અંબાજી મંદિર બંધ છે. અત્યારે ભક્તો માટે મા અંબાના દર્શન ઓનલાઈન (Ambaji live Darshan)ચાલું છે. ભાદરવી પૂર્ણિમાનો મહામેળામાં આ વર્ષે આશરે 25 લાખથી વધુ યાત્રાળુઓ દર્શનાર્થે આવવાની શક્યતા હતી.


વર્ષ 2019માં ભાદરવી પૂનમના મેળામાં સાત દિવસમાં કુલ 19,84,897 શ્રધૃધાળુઓ ઉમટયા હતાં. પૂનમના દિવસે તો 3.50 લાખ ભકતોએ માતાજીના શરણે શીશ ઝુકાવ્યુ હતું. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળાને કારણે સ્ટોલ કરીને નાના મોટા વેપારીઓ રોજગારી મેળવે છે. પણ આ વખતે મેળો નહી યોજાય તો વેપારીઓને નુકશાન વેઠવાનો વારો આવશે.


ઉલ્લેખનીય છે કે માઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જો તમારે પણ ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તો તમે યુટ્યુબ, ટ્વિટર અને ફેસબુકનાં માધ્યમથી દર્શન કરી શકો છો.


જો તમારે ફેસબુકમાંથી લાઇવ દર્શન કરવા હોય તો અહીં આપેલી લિંક પર ક્લિક કરો. જો તમારે ટ્વિટરમાંથી લાઇવ દર્શન કરવા હોય તો આ લિંક પર ક્લિક કરો. જો તમારે યુ ટ્યુબમાંથી લાઇવ દર્શન કરવા હોય તો આ લિંક પર ક્લિક કરો.


સાત દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ ચાલી રહ્યો છે. અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી મેળાના પાંચમા દિને એટલે સોમવારે ત્રણ લાખથી પણ વધુ માઈભક્તોએ ઓનલાઈન માતાજીના દર્શન કર્યા હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે.


પાંચમા દિને 51 શક્તિપીઠ મહા પૂજા યોજવામાં આવી હતી. સોમવારે પાંચમા દિને મંદિર યજ્ઞ શાળામાં યોજાયેલ સાત દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં વિશેષ 51 શક્તિપીઠ દેવી મહા પૂજન કરવામાં આવ્યું આવી રહ્યું છે.


અંબાજીથી બે કી.મી. દૂર એકાવન શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવતા શક્તિપીઠ ગબ્બર આવેલો છે. જ્યાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાને લઈ આ પર્વતનો આકાર પણ હૃદય જેવો દેખાતો હોવાનું મનાઇ રહ્યું છે. જેની ઉપર વિશ્વભરમાં પથરાયેલા શક્તિપીઠો જેવા જ શક્તિપીઠોનું પણ નિર્માણ કરાયું હતું. તેની વિધિવત પૂજા થઈ રહી છે.