મયુર માકડિયા, ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM bhupendra Patel) પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી (Yatradham Ambaji) ખાતે ચૈત્ર નવરાત્રિના (chaitri Navratri) પાવન અવસરે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિ ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં શીશ નમાવી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી. એટલું જ નહિ જનહિતના કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.