બનાસકાંઠાનાં દાંતીવાડાનાં મોટી મહુડી પાસે મોડી રાતે લક્ઝરી બસ પલટી મારી ગઇ હતી. આ બસ ઝાલોરથી વડોદરા જતી હતી. જેમાં 35 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે પાંથાવાડા, ડીસા તેમજ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.