બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskantha) ડીસા (Deesa) શહેરની મધ્યમાંથી રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ (Longest Elevated Bridge) તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજને 225 કરડો રૂપિયાના ખર્ચે ડીસાના શહેરીજનોની સુરક્ષાને ધ્યાને લેતા ખાસ મહેનત કરીને નિર્માણ કરવામાં આવ્યો છે જેથી અકસ્માતો નિવારી શકાય. બ્રિજનું આજે 7મી ઑગસ્ટના રોજ ઇ-લોકાર્પણ થશે. આજે આ બ્રિજનું લોકાર્પણ થતા ગુજરાતની યશકલગીમાં વધુ એક ઉમેરો થશે.