Home » photogallery » north-gujarat » મેઘો મહેરબાન! સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

મેઘો મહેરબાન! સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. જોકે, ઉત્તર ગુજરાતના અન્ય જીલ્લાઓમાં છૂટો છવાયા માત્ર ઝાપડાથી સંતોષ માનવો પડી રહ્યો છે.

  • 15

    મેઘો મહેરબાન! સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

    છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાણી પાણી થઈ ગયું છે, તો આ બાજુ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. જોકે, ઉત્તર ગુજરાતના અન્ય જીલ્લાઓમાં છૂટો છવાયા માત્ર ઝાપડાથી સંતોષ માનવો પડી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    મેઘો મહેરબાન! સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

    જો સૌપ્રથમ સાબરકાંઠાની વાત કરીએ તો, સાબરકાંઠા જીલ્લામાં ઈડર, વડાલી, હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, પોશીના તમામ વિસ્તારમાં મેઘરાજાએ સારી મહેરબાની કરી છે. વરસાદી વાતાવરણના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કેટલીક જગ્યાએ વરસાદને લઈ ભૂવા તો રોડના ધોવાણ પણ થયા છે. થોડા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે.

    MORE
    GALLERIES

  • 35

    મેઘો મહેરબાન! સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

    તો સાબરકાંઠામાં આજના દિવસના વરસાદના આંકડા પર નજર કરીએ તો, ઈંડરમાં 1.5 ઈંચ, વડાલીમાં 1.5 ઈંચ, હિંમતનગરમાં 1.5 ઈંચ, ખેડબ્રહ્મામાં - 12મીમી, પ્રાંતિજમાં 12મીમી અને પોશીનામાં 10મીમી વરસાદ નોંધાય છે. હિંમતનગરના ગાંભોઈ, રાયગઢ, હુંજ, ધનપુરા અને હિંમતપુરા ગામોમાં પણ સારો વરસાદ પડતા ખેડૂતોમાં શુશીની લહેર છવાઈ ગઈ છે.

    MORE
    GALLERIES

  • 45

    મેઘો મહેરબાન! સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

    આ બાજુ, અરવલ્લી જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અરવલ્લી જીલ્લામાં ધનસુરા, બાયડ, મોડાસા, માલપુર અને ભિલોડામાં સારો વરસાદ વરસી રહ્યો છે. ધનસુરા અને બાયડમાં મેઘરાજાએ ધોધમાર સવારી કરી હતી. વરસાદને પગલે ધનસુરા-બાયડ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. વાતાવરણમાં અંદકારમય હોવાથી વાહનચાલકોને મુશેકેલી સર્જાઈ છે.

    MORE
    GALLERIES

  • 55

    મેઘો મહેરબાન! સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

    તો માલપુર, મોડાસા અને ભિલોડા, શામળાજીમાં પણ એક કલાકમાં અડધા ઈંચથી વધુ વરાસદ પડ્યો છે. વરસાદને પગલે મગફળી, કપાસના પાકને ફાયદો થયો છે. શામળાજીના ખેરંચા, ઈસરોલમાં ભારે વરસાદ થયો છે. શામળાજીમાં પણ સારો વરસાદ પડતા મંદિર જવાના માર્ગમાં પાણી ભરાઈ ગયા છે. ધનસુરામાં બે ઈંચ, બાયડમાં એક ઈંચ જ્યારે મોડાસા, માલપુર અને ભિલોડામાં એક કલાકમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

    MORE
    GALLERIES