ઉમિયાનગર સોસાયટી ખાતે આ બનાવ બન્યો હતો. અહીં ત્રીજા માળેથી એક બાળક ફ્લેટના પગથીયા વચ્ચેની જગ્યાએથી નીચે બેઝમેન્ટમાં પટકાયું હતું. જોકે, બાળક નીચે પડેલી એક સાઇકલની સીટ પર પડતાં તેનો આબાદ બચાવ થયો હતો. બાળક પહેલા સાઇકલની સીટ સાથે અથડાયું હતું બાદમાં નીચે પડ્યું હોવાથી તેનો આબાદ બચાવી થયો છે.