અરવલ્લી: જિલ્લામાં અકસ્માતનો એક અજીબ બનાવ સામે આવ્યો છે. જેમાં એક કન્ટેનર અચાનક પલટી ગયું હતું. અકસ્માતમાં એક રીક્ષાનો ભૂક્કો બોલી ગયો હતો અને એક કારને નુકસાન થયું હતું. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ સામે આવ્યા છે. સામે આવેલા સીસીટીવી જોઈને ભલભલા ધ્રુજી જાય. અકસ્માતમાં કન્ટેનર ટ્રકથી અલગ થઈને એક રીક્ષા પર પડ્યું હતું. જે બાદમાં રીક્ષા (Auto rickshaw driver) ચાલક કલાકો સુધી અંદર જ ફસાયેલો રહ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે મોડાસા-શામળાજી રોડ પર હજીરા નજીક એક અકસ્માત થયો છે. અહીં એક કન્ટેનર અચાનક રસ્તા પર પલડી ગયું હતું. પલટી ગયા બાદ કન્ટેનટર ટ્રકથી અલગ થઈ ગયું હતું અને અંદર ભરેલા પેપર રોલ રસ્તા પર પડ્યા હતા. અમુક રોલ ગગડીને આગળ નીકળી ગયા હતા. આ દરમિયાન અહીં પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હતું.