અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં આજે મોટી માર્ગ હોનારત (Road accident) બની છે. જેમાં મોડાસાના આલમપુર (Alampur) પાસે ભયાનક ત્રિપલ અકસ્માત (Triple accident) થયો છે. અકસ્માતમાં ચારથી પાંચ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ (Traffic jam) થઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે અકસ્માતને પગલે મોડાસા-નડિયાદ હાઇવે (Modasa Nadiad highway) પર ટ્રાફિક થંભી ગયો હતો. અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં હતા. આ ઉપરાંત આરટીઓ અધિકારી, મોડાસા મામલતદાર અને ફાયર ઓફિસર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા છે.