Home » photogallery » north-gujarat » અરવલ્લી : ભિલોડામાં અરેરાટી પમાડતો કિસ્સો, કળિયુગી પુત્રએ પિતાની હત્યા કરી

અરવલ્લી : ભિલોડામાં અરેરાટી પમાડતો કિસ્સો, કળિયુગી પુત્રએ પિતાની હત્યા કરી

પોલીસ હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી, હત્યાનો આ બનાવ ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામ ખાતે બન્યો છે.

विज्ञापन

  • 14

    અરવલ્લી : ભિલોડામાં અરેરાટી પમાડતો કિસ્સો, કળિયુગી પુત્રએ પિતાની હત્યા કરી

    હાર્દિક પટેલ, અરવલ્લી : રાજ્યની સરહદ પર આવેલા અરવલ્લી જિલ્લામાં અરેરાટી પમાડતો બનાવ સામે આવ્યો છે. અહીં એક કળયુગી પુત્રએ સગા પિતાની હત્યા કરી નાખી છે. આ મામલે ભિલોડા પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસ હત્યારા પુત્રની પણ ધરપકડ કરી લીધી છે. આ બનાવ ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામ ખાતે બન્યો છે.

    MORE
    GALLERIES

  • 24

    અરવલ્લી : ભિલોડામાં અરેરાટી પમાડતો કિસ્સો, કળિયુગી પુત્રએ પિતાની હત્યા કરી

    મળતી માહિતી પ્રમાણે જિલ્લાના ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામ ખાતે એક નરાધમ પુત્રએ તેના પિતાની હત્યા કરી નાખી છે. પુત્રએ પિતાના માથા પર બોથર્ડ પદાર્થના ઘા મારીને ઢીમ ઢાળી દીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે માતા સાથે સતત ઝઘડો કરવાથી કંટાળીએ પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

    MORE
    GALLERIES

  • 34

    અરવલ્લી : ભિલોડામાં અરેરાટી પમાડતો કિસ્સો, કળિયુગી પુત્રએ પિતાની હત્યા કરી

    ભિલોડાના હાઇવે તળાવ બન્યા : બીજી તરફ ભિલોડામાં આજે બે કલાકમાં જ અઢી ઇંચ જેટલો વરસાદ પડતા હાઇવે પર પણ પાણી ફરી વળ્યા છે. ધોલવાણી, મોહનપુરા સહિતના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાયો છે. વરસાદથી નગરના ગોવિંદનગર, ખારવાફળી, ત્રિભોવનનાગર સહિતના વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઉપરાંત વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. બીજી તરફ હાથમતી નદી અને બુઢેલી નદી બે કાંઠે વહેતી થઈ હતી. વરસાદથી ઇડર-ભિલોડા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પાણી ભરવાને કારણે અનેક વાહનો અટવાયા હતા.

    MORE
    GALLERIES

  • 44

    અરવલ્લી : ભિલોડામાં અરેરાટી પમાડતો કિસ્સો, કળિયુગી પુત્રએ પિતાની હત્યા કરી

    બીજી તરફ શામળાજી પાસેની નાદરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. રાજસ્થાનથી વરસાદી પાણી આવતા નદીમાં પૂર આવ્યું છે. પૂરને પગલે મોટા કંથારીયાથી નાદરાનો રસ્તો પણ ધોવાયો છે. રોડ ધોવાઈ જવાથી સ્થાનિક લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    MORE
    GALLERIES