ભેદી ધડાકા બાદ બેનાં મોત: અરવલ્લી જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામ ખાતે 29 ઓગસ્ટના રોજ ભેદી ધડાકો થયો હતો. આ ધડાકામાં એક યુવક અને બાળકનું મોત થયું હતું. તપાસ બાદ આ ધડાકો હેન્ડ ગ્રેનેડથી થયો હોવાનો ખુલાસો થવા પામ્યો છે. એવી પણ વિગતો સામે આવી છે કે મૃતક યુવકને હેન્ડ ગ્રેનેડ છ મહિના પહેલા એક તળાવમાંથી મળી આવ્યો હતો. જેને તેણે પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો.
હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો: યુવકને તળાવમાંથી મળી આવેલો હેન્ડ ગ્રેનેડ તળાવ સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ મોટો પ્રશ્ન છે. અરવલ્લી સરહદી જિલ્લો હોવાથી તેમજ ટ્રાઇબલ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હોવાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે પોલીસે મૃતક યુવક અને અન્ય એક સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
યુવકનું ઘનાસ્થળે જ મોત: શામળાજી (Shamdaji) પાસેના ગોઢકુલ્લા ગામમાં શનિવારે ભેદી (Mysterious blast) ધડાકો થયો હતો. જેમાં ઘરના મોભીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે પત્ની અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય ઈજાગ્રસ્તોને શામળાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેમની સ્થિતિ વધારે ગંભીર જણાતા અમદાવાદ રીફર કરાયા હતા. સારવાર દરમિયાન એક બાળકીનું મોત થયું હતું.