હાર્દિક પટેલ, અરવલ્લીઃ આજે બુધવારે સમગ્ર દેશ 73મો ગણતંત્ર દિવસ (republic day) ઉજવી રહ્યો છે. ત્યારે આજનો દિવસ એક શિક્ષિકા (lady teacher kill in accident) માટે કાળમુખો સાબિત થયો હતો. અરવલ્લી જિલ્લામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત (car accident) સર્જાયો હતો. જેમાં શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત (car accident in arvalli) થતાં મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ (police) ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
ઘટનાની જાણ થતાં જ મોડાસા રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી હતી. પોલીસને કારમાંથી પરીક્ષા પેપર પણ મળી આવ્યા હતા. અને મહિલાની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું. કારનું ટાયર ફાટયા પછી બીજી કારની અડફેટે આવતાં કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.