Home » photogallery » north-gujarat » સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી છવાઈ

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી છવાઈ

મોડાસા કસબા વિસ્તારમાં વીજળી પડી હતી જેમાં હમીદભાઈ મોહંમદભાઈ બેલીમ નામના શખ્સનું મોત નુપજ્યું હતું.

विज्ञापन

  • 15

    સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી છવાઈ

    રાજ્યભરમાં મેઘરાજાની ફરી મહેર થઈ છે. લગભગ આજથી 25 દિવસ પહેલા પહેલી ઈનીંગ બાદ આજે ફરી વરસાદ વરસતા સમગ્ર રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેર-ગામ ભારે વરસાદથી પાણીમાં તરબોળ થઈ ગયા છે. કેટલીક જગ્યાએ ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. શહેર-ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રસ્તાઓ પર રોડ ધોવાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 25

    સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી છવાઈ

    જો સાબરકાંઠાની વાત કરીએ તો, જિલ્લામાં 25 દિવસ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે, ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે લોકોમાં ખુશી છવાઈ છે, તો નેશનલ હાઈવે નંબર 8 પર મોતીપુરાથી લઈને પોલીટેકનીક સુધી પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી છવાઈ

    આ બાજુ, અરવલ્લી જિલ્લામાં મોસમના પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, અને વરસાદ ની કાગડોળે રાહ જોઈ બેઠા હતા. ત્યારે ગત મોડી રાતથી જિલ્લાના સમગ્ર છ તાલુકાઓમાં બીજા રાઉન્ડના વરસાદની શરૂઆત થઈ હતી. મોડી રાતથી વરસેલો સાર્વત્રિક વરસાદ સૌથી વધુ જિલ્લાના માલપુર તાલુકામાં એ કલાકમાં 3.5 ઇંચ વરસ્યો હતો, જ્યારે ભિલોડમાં પણ એક કલાકમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

    MORE
    GALLERIES

  • 45

    સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી છવાઈ

    માલપુર તાલુકામાં વરસેલા વરસાદના પગલે ખેતરો તેમજ નદી નાળામાં પાણી ભરાઈ જતા જળ બમબાકાર બન્યા હતા કેટલાક ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભો પાક આડો પડી જતા પાકને નુકશાન થયું છે. આ ઉપરાંત જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પણ ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ 2 ઇંચ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે વીજળી પડતા એક યુવકનું મોત તેમજ બે પશુના મોત નિપજ્યા હતા. જિલ્લાના મેઘરજમાં 2 ઇંચ તેમજ ધનસુરા , બાયડ તેમજ શામળાજી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેતીમાં પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

    MORE
    GALLERIES

  • 55

    સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી છવાઈ

    અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ગાજ વીજ સાથે ચાલુ થયેલા વરસાદની સાથે મોડાસા કસબા વિસ્તારમાં વીજળી પડી હતી જેમાં હમીદભાઈ મોહંમદભાઈ બેલીમ નામના શખ્સનું મોત નુપજ્યું હતું અને એક યુવકને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો જ્યારે બે પશુઓના વીજળી પડવાના કારણે મોત નિપજ્યા હતા.

    MORE
    GALLERIES