Home » photogallery » north-gujarat » મોડાસાઃ વડાપાઉ લઇને આવું છું કહીને નીકળેલો પોલીસકર્મી અચાનક થયો ગુમ, ફોન બંધ આવે છે

મોડાસાઃ વડાપાઉ લઇને આવું છું કહીને નીકળેલો પોલીસકર્મી અચાનક થયો ગુમ, ફોન બંધ આવે છે

Modasa news: પત્ની બીમાર (Wife ill) હોવાથી દ્વારકા પોલીસમાં (dwarka police) ફરજ બજાવતો પતિ રજા મૂકીને ઘરે આવ્યો હતો. અને ગત 20 સપ્ટેમ્બરે વડાપાઉં લેવા ગયો અને અચાનક ગાયબ (police constable missing) થયો હતો.

विज्ञापन

  • 15

    મોડાસાઃ વડાપાઉ લઇને આવું છું કહીને નીકળેલો પોલીસકર્મી અચાનક થયો ગુમ, ફોન બંધ આવે છે

    હાર્દિક પટેલ, અરવલ્લીઃ સામાન્ય રીતે કોઈ સામાન્ય વ્યક્તિ ગુમ થવાની અનેક ઘટનાઓ બનતી રહે છે પરંતુ અરવલ્લી (Arvalli news) જિલ્લાના મોડાસામાં એક પોલીસ (police man missing in modasa) કર્મચારી ઘરેથી વડાપાઉ લેવા નીકળ્યો અને અચાનક ગુમ થયો હતો. અને તેને ફોન પણ બંધ આવે છે. પોલીસકર્મી ગુમ (police constable missing) થયાને ત્રણ દિવસ થવા આવ્યા છે. પરંતુ પોલીસ કર્મચારીની કોઈ ભાળ મળી નથી. આખરે ગુમ પોલીસ કોન્સ્ટેબલની પત્ની જે (police wife) પોતા પણ પોલીસ કર્મચારી છે તેમણે પોલીસ સ્ટેશનમાં (police station) ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે આગળની તપાસ હાથધરી છે.

    MORE
    GALLERIES

  • 25

    મોડાસાઃ વડાપાઉ લઇને આવું છું કહીને નીકળેલો પોલીસકર્મી અચાનક થયો ગુમ, ફોન બંધ આવે છે

    પોલીસકર્મીની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરે છે અને તેમના પતિ રવિરાજસિંહ ઝાલા દ્વારકા જીલ્લામાં મીઠાપુર પોલીસમાં ફરજ બજાવે છે. પોલીસકર્મી પત્ની મોડાસા ખાતે રહે છે.

    MORE
    GALLERIES

  • 35

    મોડાસાઃ વડાપાઉ લઇને આવું છું કહીને નીકળેલો પોલીસકર્મી અચાનક થયો ગુમ, ફોન બંધ આવે છે

    ફરિયાદ પ્રમાણે ગત 9 સપ્ટેમ્બર 2021ના રોજ મારી તબિયત સારી ન હોવાથી મારા પતિ રવિરાજસિંહ ઝાલા દ્વારકા જીલ્લાના મીઠાપુર પોલીસમાં ફરજ બજાવતા હોવાથી તેઓ નોકરીમાં રજા મૂકીને અઠવાડિયાથી મોડાસા આવ્યા હતા. ત્યારબાદ મારા પતિ રવિરાજસિંહ અમને કહ્યું હતું કે હું સહયોગ ચોકડી ઉપરથી વડાપાઉ લઈને આવું છું. તેમ કહીને ચાલતા ઘરેથી નીકળ્યા હતા. અને ત્યારબાદ તેઓ સમય વધારે થઈ જતાં મેં ફોન કર્યું હતો.

    MORE
    GALLERIES

  • 45

    મોડાસાઃ વડાપાઉ લઇને આવું છું કહીને નીકળેલો પોલીસકર્મી અચાનક થયો ગુમ, ફોન બંધ આવે છે

    પરંતુ મારા પતિ રવિરાજનો ફોન બંધ આવ્યો હતો. મેં આજુબાજુમાં તપાસ કરતા ક્યાં મારા પતિ મળ્યા ન હતાં. જેથી મારા સગા સંબંધી તથા મારી સાસરીમાં ફોન કરીને જાણ કરી હતી. મારા પતિ રવિરાજસિંહની કોઈ ભાળ ન મળતાં આજ દિવસ સુધી તપાસ કરતા મળ્યા નથી. તેમના આજદીન સુધી કોઈ પત્તો મળ્યો નથી.

    MORE
    GALLERIES

  • 55

    મોડાસાઃ વડાપાઉ લઇને આવું છું કહીને નીકળેલો પોલીસકર્મી અચાનક થયો ગુમ, ફોન બંધ આવે છે

    આ મારા પતિ રવિરાજસિંહ જલારામપાર્ક સોસાયટીમાંથી નીકળ્યા તે સમયે કેસરી કલરનું ટીશર્ટ તથા બ્લ્યુ કલરનું પેન્ટ પહેર્યું હતું. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા જાણે છે. તેઓ દ્વારકા જિલ્લામાં મીઠાપુર પોલીસમાં ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

    MORE
    GALLERIES