1/ 4


શામળાજી પાસે મેરાવાડા રોડ પર અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. શામળાજી હાઇવે પર કામ કરતા મશીન સાથે બાઇક અથડાતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્ત એક યુવાનને અમદાવાદ જ્યારે અન્ય એકને શામળાજીનાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે.
2/ 4


આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-ઉદેપુરનાં છ માર્ગીય હાઇવેનાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે એક મશીનથી શામળાજી નજીક મેરાવાડ ગામ પાસે કામ થઇ રહ્યું હતું. ત્યાં એક 3 યુવાનો સવાર એક બાઇક આ મશીનને અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
3/ 4


આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનો ગંભીરરીતે ઇજાગ્રસ્ત બનતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.