લોકસક્ષક ભરતી દળનું પેપર લીક થયા પછી રાજ્ય સરકાર હચમચી ઉઠી હતી. આ પરીક્ષાના પેપર લીક કૌભાંડનો રેલો અરવલ્લી તરફ જોવા મળ્યો છે. શનિવારે બપોરે પેપર લીક પ્રકરણમાં ધનસુરાના વડાગામમાંથી ગાંધીનગર પોલીસે એક યુવકને ઉઠાવી જતાં ગામમાં હલચલ મચી હતી. જ્યારે ધનસુરા પોલીસે અટકાયત બાબતે કોઇ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. (હાર્દિક પટેલ, અરવલ્લી)
મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લો ટાટ પરીક્ષા અને લાકરક્ષક દળ ભરતીનાં પેપરલીક થવામાં નામચીન બની ગયો છે. ફરિયાદકારોએ તમામ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડને આપ્યા પછી પણ માત્ર ફરિયાદ નોંધાવી સંતોષ માની લીધો છે. તેની સરખામણીએ એલ.આર.જી ભરતી પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયા પછી ગાંધીનગર પોલીસે સપાટો બોલાવી બાયડ તાલુકામાંથી ત્રણ આરોપીઓને જેલમાં ધકેલી દાધા છે.
પૂછપરછમાં વધુ ને વધુ નામ બહાર આવતાં ફરીથી ધરપકડનોદોર શરૂ થયો છે. જેમાં શનિવારે પાનના ગલ્લા પાસે ઉભેલા પેપર લીક પ્રકરણના અન્ય શંકાસ્પદ આરોપીને પોલીસે ગુટખા ખાવાના બહાને દબોચીને રવાના થઇ જતાં વડાગામમાં યુવાનોને પોલીસ ઉઠાવી ગયાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બાયડ તાલુકામાં પણ પેપર લીક પ્રકરણમાં ભાજપના આગેવાનોના નામ ખ્યા હતા ત્યારે વડાગામમાં પણ આવું જ પુનરાવર્તન થઇ રહ્યાની ચર્ચા છેડાઇ છે.