Home » photogallery » north-gujarat » અરવલ્લી: અસ્થિર મગજના યુવકે ગામ ગાંડું કર્યું, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

અરવલ્લી: અસ્થિર મગજના યુવકે ગામ ગાંડું કર્યું, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

Arvallli news: બસનો ડ્રાઇવર બસ પાર્ક કરીને કુદરતી હાજતે ગયો હતો ત્યારે જ અસ્થિર મગજનો યુવક બસને હંકારી ગયો હતો, રસ્તામાં એક બાઇકને પણ કચડી નાખ્યું.

विज्ञापन

  • 17

    અરવલ્લી: અસ્થિર મગજના યુવકે ગામ ગાંડું કર્યું, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

    હાર્દિક પટેલ, અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મેઘરજ એસ.ટી. ડેપો (Meghraj ST Depot)માં અજીબ કિસ્સો સામે આવ્યો છે. એસ.ટી. ડેપોમાં પાર્ક કરેલી એક બસને અસ્થિર મગજનો યુવક ચાલુ કરીને હંકારી ગયો હતો. જે બાદમાં દોડાદોડી થઈ ગઈ હતી. એટલું જ નહીં, અસ્થિર મગજના યુવકે બસ હંકારીને એક વાહનને પણ અડફેટે લીધું હતું. જોકે, સદનસિબે કોઈ જાનહાની થઈ ન હતી. બનાવ બાદ બસની સલામતીને લઈને પણ અનેક સવાલ ઉઠ્યા છે. યુવક બસને ત્રણ કિલોમીટર સુધી હંકારી ગયો હતો. જે બાદમાં બસ રસ્તાની બાજુમાં માટીમાં ફસાઈ જતા ઊભી રહી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 27

    અરવલ્લી: અસ્થિર મગજના યુવકે ગામ ગાંડું કર્યું, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

    જિલ્લાના મેઘરજ એસ.ટી. ડેપોની મેઘરજથી ઢેકવા ગામે જતી બસ ઢેકવા રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે છ વાગ્યના સુમારે મેઘરજ બસ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. બસનો ચાલક બસને સ્ટેશનમાં પાર્ક કરી કુદરતી હાજતે જવા ગયો હતો. બસનો કંડક્ટર બસમાંથી ઉતરતા મુસાફરોને પાછા આપવાના પૈસા પરત આપી રહ્યો હતો. આ દરમિયાન અસ્થિર મગજનો રાજુભાઈ મોહનભાઇ નિનામા નામનો શખ્સ બસમાં મુસાફરોના ચઢવાના દરવાજેથી બસમાં ચઢી ગયો હતો અને બસ ચાલુ કરી બસ લઇને ભાગી છૂટ્યો હતો.

    MORE
    GALLERIES

  • 37

    અરવલ્લી: અસ્થિર મગજના યુવકે ગામ ગાંડું કર્યું, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

    જોકે, સબનસિબે બસમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. બસ લઇને ભાગેલા યુવકે રસ્તામાં એક બાઈકને કચડી હતી. ઘટનાને પગલે ડેપોમાં દોડાદોડ થઇ ગઈ હતી. બસના ચાલક અને કંડક્ટરે 100 નંબર ઉપર પોલીસને જાણ કરી હતી. પોલીસે આ બસનો પીછો કર્યો હતો. મેઘરજથી ત્રણ કિલોમીટર દૂર ડુંડવાડા પાસે બસ રોડ સાઈડમાં ફસાઈ જતા પોલીસે બસ લઇને ભાગી છૂટેલા યુવકને ઝડપી પાડ્યો હતો.

    MORE
    GALLERIES

  • 47

    અરવલ્લી: અસ્થિર મગજના યુવકે ગામ ગાંડું કર્યું, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

    સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી એવા અસ્થિર મગજના યુવકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે બાદમાં આરોપી યુવકના પરિવારજનો પણ મેઘરજ પોલીસ મથકે દોડી આવ્યા હતા. યુવકના પિતાએ જણાવ્યું હતું કે, યુવકને ચાર દિવસ આગાઉ દવાખાનેથી ઘરે લાવવામાં આવ્યો છે. ઘરે રાખવામાં આવ્યો હતો પણ સવારે કુદરતી હાજતે જવાનું કરી ભાગી છૂટ્યો હતો.

    MORE
    GALLERIES

  • 57

    અરવલ્લી: અસ્થિર મગજના યુવકે ગામ ગાંડું કર્યું, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

    મેઘરજ એસટી ડેપોમાં બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે. સાથે સાથે બસની સલામતી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર રાજ્યમાં મોટાભાગની બસો આ જ રીતે ગમે તે વ્યક્તિ ચાલુ કરી લઇ જઈ શકે તેવી સ્થિતિમાં હોય છે. આ ઘટના બાદ એસટી વિભાગે જાગવાની જરૂર છે. તેમણે બસ ચાલુ થવાની પદ્ધતિમાં કંઈક સુધાર લાવવાની જરૂર છે.

    MORE
    GALLERIES

  • 67

    અરવલ્લી: અસ્થિર મગજના યુવકે ગામ ગાંડું કર્યું, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

    બસ ચાલકે બાઇકને કચડી નાખ્યું.

    MORE
    GALLERIES

  • 77

    અરવલ્લી: અસ્થિર મગજના યુવકે ગામ ગાંડું કર્યું, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

    એસ.ટી. બસ.

    MORE
    GALLERIES