સૌથી વધારે મુશ્કેલી મોડાસા રાજેન્દ્રનગર રોડ પર ઉભી થઈ છે. આ રોડ પર 40થી વધુ નાના મોટા ઝાડ ધરાશાયી થયા છે. જેને પગલે બે કલાકથી હઈવે બંધ થઈ ગયો છે. અનેક વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. લગભગ 10 કિમી લાંબી વાહનોની કતાર ટ્રાફિક જામમાં ફસાઈ છે. તંત્ર દ્વારા જેસીબીની મદદથી હાઈવે પરથી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. થોડા જ સમયમાં હાઈવે પૂર્વવત થઈ જસે તેમ જણાવવામાં આવી રહ્યું છે.