Home » photogallery » north-gujarat » અરવલ્લીઃ મોડાસાના દધાલિયા પાસે 50 મુસાફરો સાથેની ST બસ પલટી

અરવલ્લીઃ મોડાસાના દધાલિયા પાસે 50 મુસાફરો સાથેની ST બસ પલટી

આ બસ ઈસરીથી મોડાસા આવી રહી હતી. રસ્તો સાંકડો હોવાને કારણે બસને અકસ્માત નડ્યો હતો.

विज्ञापन

  • 14

    અરવલ્લીઃ મોડાસાના દધાલિયા પાસે 50 મુસાફરો સાથેની ST બસ પલટી

    અરવલ્લીઃ ફરી એક વખત ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસને અકસ્માત નડ્યો છે. આ વખતે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા પાસે 50થી વધારે મુસાફરો ભરેલી બસ પલટી ગઈ છે. જોકે, સદનસિબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. (સ્ટોરીઃ હાર્દિક પટેલ, અરવલ્લી)

    MORE
    GALLERIES

  • 24

    અરવલ્લીઃ મોડાસાના દધાલિયા પાસે 50 મુસાફરો સાથેની ST બસ પલટી

    મળી રહેલી માહિતા પ્રમાણે આ બસ ઈસરીથી મોડાસા આવી રહી હતી. આ દરમિયાન રસ્તો સાંકડો હોવાને કારણે બસને અકસ્માત નડ્યો હતો. બસના ડ્રાઇવરે સામેથી આવી રહેલી બાઈકને રસ્તો આપવા જતાં બસ પલટી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 34

    અરવલ્લીઃ મોડાસાના દધાલિયા પાસે 50 મુસાફરો સાથેની ST બસ પલટી

    અકસ્માતનો ભોગ બનેલી બસમાં વિદ્યાર્થીઓ સહિત 50થી વધારે મુસાફરો સવાર હતા. આ તમામ મુસાફરો સલામત હોવાની માહિતી મળી છે. બીજી તરફ એવો પણ દાવો કરાયો છે કે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત નડ્યો છે.

    MORE
    GALLERIES

  • 44

    અરવલ્લીઃ મોડાસાના દધાલિયા પાસે 50 મુસાફરો સાથેની ST બસ પલટી

    આ પહેલા ધોળકા અને જૂનાગઢ શહેરમાં એસટી બસને અકસ્માત નડી ચુક્યો છે. ગત મહિના જૂનાગઢમાં એસટી બસ એક પાનની દુકાનમાં ઘૂસી ગઈ હતી. બે મહિના પહેલા ધોળકામાં એસટી બસ રોડની ડિવાઇડર કુદાવીને નીચે ઉતરી ગઈ હતી. આ બંને ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

    MORE
    GALLERIES