Arvalli crime news: વર્ષ 2021ને લોકો બાય બાય (bye bye 2021) કર્યું છે અને 2022ને ભારે (welcome 2022) ઉત્સાહ સાથે આવકાર્યું છે ત્યારે બીજી તરફ કેટલાક ખાવા પીવાના શોખીન લોકો દારૂની પાર્ટીઓ (liquor party) કરીને ઉજવણી કરી હતી. જોકે, પોલીસ (police) પણ સતર્ક બનીને સઘન ચેકિંગ સાથે વોચ રાખીને દારૂ પીધેલા અને દારૂ પાર્ટી પકડી હતી. ગુજરાતભરમાંથી હજારો લોકો દારૂ પીધેલી (police caught drunk peoples) હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સરકારી બાબુઓની દારૂ પાર્ટી (Government employees liquor party caught) ઝડપાઈ હતી. જેમાંથી બે માયાબ મામલતદાર (Deputy Mamlatdar) ઝડપાયા હતા. જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.
જેથી તેમનું મોઢું સુંઘવા પર દારૂના નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે બંને આરોપીઓને બાદમાં સીધી લીટીમાં ચાલવાનું કહેતા તેઓ લથડિયા ખાઈને ચાલી રહ્યા હતા. પોલીસે બંને સરકારી અધિકારી પાસે દારૂની પરમીટ માંગતા તેઓ પાસે પરમીટ ન હોવાનું જણાયું હતું. જેથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.