લોકસભાની 2019 ચૂંટણીને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને પગલે હિંમતનગરમાં કોંગ્રેસની જન અધિકાર મહાસભા આજે મળી રહી છે. જેમાં અરવલ્લી અને સાબરકાંઠા કોંગ્રેસના કાર્યકરો હાજર રહેશે. જન અધિકારી સભામાં અહેમદ પટેલ સહિત અમિત ચાવડા, મધુસુદન મિસ્ત્રી સહિતના નેતાઓની આગેવાનીમાં યોજાવવા જઇ રહી છે. આ સંમેલનમાં કોંગ્રેસનાં 25 હજારથી વધારે કાર્યકર્તાઓ પણ જોડાઇ શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. અહેમદ પટેલ, અમિત ચાવડા, મધુસુદન મિસ્ત્રી, અર્જુન મોઢવડિયા, શૈલેષ પરમાર પણ હાજર રહ્યાં હતાં.
નોંધનીય છે કે જસદણની પેટા ચૂંટણીમાં હાર મળ્યાં બાદ કોંગ્રેસમાં ધીમે ધીમે કકળાટ શરૂ થયો છે. ચૂંટણી પહેલા જ કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે જો આ ચૂંટણીમાં પક્ષને હાર મળશે તો પક્ષમાં અસંતુષ્ટ નેતાઓને નેતાગીરી સામે અવાજ ઉઠાવવાનો મોકો મળી જશે. આજ સંદર્ભે બુધવારે રાત્રે કોંગ્રેસના નારાજ નેતાઓએ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના ઘરે બેઠક કરી હતી. જે બાદ નારાજ નેતાઓએ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો હોવાની માહિતી મળી છે. આ બેઠકમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય, પૂર્વ સાંસદો અને વરિષ્ઠ નેતાઓ મળીને કુલ 15 જેટલા લોકો હાજર રહ્યા હતા.
આ સંમેલન માટે ચર્ચા એવી પણ ચાલી રહી હતી કે કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવે ગુજરાતની મુલાકાતે નહીં આવે. અસંતુષ્ટ લોકોનો સામનો ના કરવો પડે તેથી કોંગ્રેસ પ્રભારીએ ગુજરાતનો પ્રવાસ ટાળ્યો છે. ગુજરાત આવેલા અહેમદ પટેલે ફિલ્મ ‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ને લઇને પણ નિવેદન આપ્યું છે. અહેમદ પટેલે કહ્યું કે, “આવી ફિલ્મો તો આવતી જતી રહે છે.”