અહીં ધનસુરા-મોડાસા હાઈવે (Dhansura modasa highway) ઉપર રહિયોલ ફાટક નજીક ટેમ્પો અને કાર વચ્ચે (tempo and car accident) ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કપંડવંજના આંત્રોલીના પટેલ પરિવારના બે સગાભાઈ અને રાજપુરના એક યુવક સહિત ચાર લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથધરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.