હાર્દિક પટેલ, અરવલ્લી : એક દિવસ પહેલા અલ્પેશ ઠાકોર અને બીજેપીના નેતા શંકાર ચૌધરી સાથેની તસવીરો વાયરલ થઈ હતી. હવે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ભાજપના નેતા સાથેની તસવીરો વાયરલ થઈ છે. અહીં એક વાત નોંધવી રહી કે રાજકારણમાં એક બીજાના હરીફ કહેવાતા લોકો ઘણી વખત સારા મિત્રો પણ હોઈ શકે છે. આ ઉપરાંત સામાજિક પ્રસંગોએ વિરોધી ગણાતા નેતાઓ પણ એક મંચ પર આવતા હોય છે. જોકે, હાલ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડી ચુક્યો છે અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ તેનો સાથે આપી શકે છે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને આ તસવીરો ખૂબ મહત્વની બની જાય છે.