અરવલ્લીઃ કાયદાના રખેવાળો જ નિયમોના ખુલ્લેઆમ લીરેલીરા ઉડાવી રહ્યા હોવાનો એક બનાવ અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના પીએએસઆઈએ દારૂપીને ધમાલ મચાવી હતી. એટલું નહીં PSIને નશાનું શૂરાતન ચડ્યું હોય તેમ વાહન ચાલકો સાથે બબાલ કરીને તેમને માર માર્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગેની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ દારૂ પીને બબાલ કરવાના કેસમાં પીએસઆઈને સસ્પેન્ડ કરી દીધો છે.(સ્ટોરીઃ હાર્દિક પટેલ, અરવલ્લી)
લોકોના જણાવ્યા પ્રમાણે પીએસઆઈએ હાઇવે પરથી પસાર થતાં ટ્રક ડ્રાઇવરોને માર માર્યો હતો, એટલું જ નહીં તેમના વાહનોનાં કાચ પણ તોડી નાખ્યા હતા. આ અંગે અમુક વ્યક્તિઓએ પીએએસઆઈ દારૂના નશામાં હોય એવો વીડિયો શૂટ કરી લીધો હતો. વીડિયોમાં વ્યક્તિ જણાવી રહ્યો છે કે પીએએસઆઈએ તેના ડ્રાઇવરને માર માર્યો છે, તેમજ તેના ટ્રકનો કાચ તોડી નાખ્યો છે.