અરવલ્લી : જિલ્લા (Aravalli District Rain)માં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ભિલોડાનો સુનસર ધોધ (Sunsar Waterfall Bhiloda) જીવંત થયો છે. ધોધમાથી ખડખડ પાણી વહેતુ થતાં સહેલાણી (Tourist)ઓ જોવા માટે ઉમટી પડ્યા હતા. રાત્રી દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોવાથી ધોધ જીવંત થયો છે. સુનસર ધોધ ભારતમાતા મંદિર (Bharatmata Temple)પાસે આવેલો છે. ભિલોડાનો આ ખૂબ જ પ્રચલિત ધોધ છે. દર વર્ષે ધોધ જીવંત થતા જ સહેલાણીઓ અહીં ઉમટી પડતા હોય છે. આજે સવારે ધોધ જીવંત થયાનું જાણીને લોકો ધોધને જોવા માટે પહોંચી ગયા હતા.
જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : છેલ્લા 24 કલાક દરમિયાન અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. એટલે કે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ઓછો-વધારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભિલોડામાં ત્રણ ઇંચ પડ્યો હતો. મોડાસા, મેઘરજ અને ધનસુરામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બાયડ અને માલપુર તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો છે.
ભિલોડામાં ભૂવો પડ્યો : વરસાદ પોતાની સાથે ખુશીની સાથે સાથે આફત પણ લાવતો હોય છે. ગત 24 કલાકમાં અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે ભિલોડામાં મારવાડી સોસાયટીમાં એક દુકાન આગળ ભૂવો પડ્યો હતો. ભૂવો પડ્યો ત્યારે દુકાન પાસે ચાર લોકો ઊભા હતા. આ ચારેય લોકો ભૂવામાં ખાબક્યા હતા. જોકે, સદનસિબે કોઈને ઈજા પહોંચી ન હતી. બીજી તરફ ભારે વરસાદને પગલે ગોવિંદનગર ખાતે રસ્તા પર જ ગટરની લાઇનો તૂટી ગઈ હતી.