અરવલ્લી: અરવલ્લીમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે ધનસુરા-મોડાસા માર્ગ પર અકસ્માત (Aravalli Car Accident) સર્જાયો હતો. હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. લગ્ન પ્રસંગે જતાં અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદનો પરિવાર લગ્ન પ્રસંગે જઇ રહ્યો હતો ત્યારે ધનસુરા-મોડાસા માર્ગ પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર પાંચ લોકોને ઇજા પહોંચી હતી. બે કાર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, અકસ્માત કેવી રીતે થયો તે હજુ સામે આવ્યું નથી.