અરવલ્લીનાં મેઘરજનાં ઝરડાનાં આર્મી જવાન ખુશાલસિંહ કટારા લેહમાં શહીદ થયા છે. સાત દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન ખુશાલસિંહ પર બરફ વર્ષા અને ભૂસ્ખલનના કારણે હિમશીલા પડી હતી. જેના કારણે તેઓ દટાઇ ગયા હતા. તેમની સાથે ફરજ બજાવતા જવાનોએ ખુશાલસિંહ કટારાને બરફના થર નીચેથી બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર માટે આર્મીની હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં.