

દિલબર, સાકી-સાકી, કમરિયા જેવાં હિટ નંબર્સ આપનારી નોરા ફતેહી આજે બોલિવૂડનું જાણીતું નામ છે. આજે તે એક સ્ટાર સ્ટેટ્સ હાંસેલ કરી ચુકી છે. પણ આપને જાણીને નવાઇ લાગશે કે નોરા જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.


નોરાએ હાલમાં જ પિંકવિલા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 'ભારતમાં વિદેશીઓનું જીવન ઘણુંજ મુશ્કેલીઓ ભરેલું છે. લોકોને ખબર પણ નથી હોતી કે અમને કેટલી બધી બાબતોમાંથી પસાર થવું પડે છે. તેઓ અમારા પૈસા લઇ લે છે. આવું મારી સાથે પણ થયુ છે. મને યાદ છે મારી પહેલી એજન્સી જે મને કેનેડાથી અહીં લઇને આવી તી. તે ઘણી જ આક્રમક હતી.


તેણે જણાવ્યું કે, મને એવું નહોતું લાગતું કે મને યોગ્ય રીતે નિર્દેશિત કરવામાં આવી હોય ત્યારે મે નિર્ણય લીધો કે હું તેમનાંથી અળગ થઇ જવું. આમ કરવામાં તેમણે મને કહ્યું હતું કે અમે તને પૈસા પરત નહીં કરીએ.' ત્યારે મે બ્રાન્ડ પ્રમોશન અને એડવર્ટાઇઝમેન્ટ દ્વારા 20 લાખ રૂપિયા કમાયા હતાં જે ગુમાવી પણ દીધા હતાં.


નોરાએ જણાવ્યું હતું કે, લોકો તેને તેની ભાષા અને હાવભાવને લઇને પણ હેરાન કરતાં હતાં. નોરા ફતેહીએ ફિલ્મ રોરથી બોલિવૂડમાં તેનાં કરિઅરની શરૂઆત કરી. જે બાદ તેણે પાછાવળીને જોયુ નથી. હવે બોલિવૂડમાં તે ડાન્સર તરીકે મોટું નામ થઇ ગઇ છે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફરી એક વખત જ્હોનની ફિલ્મ 'સ્પેશલ'માં સાકી સાકી સોન્ગ પર બેલે ડાન્સ કરતી નજર આવશે. આ ઉપરાંત તે વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર સ્ટાર ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર-3'માં પણ નજર આવશે.