

નોકિયાએ હાલમાં જ તેનો પહેલો એન્ડ્રોઇડ ગો એડિશન સ્માર્ટ ફોન Nokia1 લોન્ચ કર્યો છે. આ ફોન ઘણો જ સસ્તો અને તમારા ખિસ્સાને તે પરવડે તેઓ પણ છે. તેની કિંમત માત્રે 5,499 રૂપિયા છે.


આટલી ઓછી કિંમત એટલે કે 5,499 રૂપિયા હોવા છતાં તેનાં પર ખાસ કેશબેક ઓફર પણ છે. રિલાયન્સ જીઓ દ્વારા નવાં ગ્રાહકોને આકર્ષવા માટે આ ફોન પર 2200 રૂપિયા સુધીનું કેશબેક આપે છે. એટલું જ નહીં કસ્ટમર્સને 60 GB એડિશનલ ડેટા પણ મળશે.


આ ફોન ફક્ત 3299 રૂપિયામાં તમને પડતો હોવા છતા તેનાં ફિચર્સ કોઇ મોંઘા ફોનને ટક્કર આપે તેવા છે. ફોનમાં LED ફ્લેશની સાથે 5 મેગા પિક્સલ્સનો ફિક્સ્ટ ફોકસ લેન્સ કેમેરા છે. સેલ્ફી માટે તેમાં ફ્રન્ટ પેનલ પર 2 મેગાપિક્સલનો ફિક્સ્ડ ફોકસ કેમેરા છે.


કનેક્ટિવિટીની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 B/G/N, બ્લૂટૂથ V4.2, GPS/A-GPS, FM રેડિયો, માઇક્રો યુએસબી અને 3.5 MM ઓડિયો જેક પણ છે


બેટરીની વાત કરીએ તો ફોનમાં 2150 mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે તે 9 કલાક સુધી ટોકટાઇમ અને 15 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઇમ સાથે આવે છે.