

ઈ-કોમર્સ વેબસાઈટ અમેઝોને હજુ પણ હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રવાળા ટોયલેટ કવર વેચવાનું બંધ નથી કર્યું. હજુ પણ ઈ-કોમર્સ વેબસાઈટ પર તમને હિન્દુ દેવી-દેવતાના ચિત્રવાળા ટોયલેટ કવર જોવા મળી શકે છે.


અમેઝોન.કોમ વિરુદ્ધ નોએડા પોલીસ ચોકી સેક્ટર-58માં ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપ છે કે, કંપનીની વેબસાઈટ પર પ્રોડક્ટની સાથે એવી તસવીર મુકવામાં આવી છે, જેનાથી હિન્દુ ભાવનાને ઢેસ પહોંચી શકે છે.


તમને જણાવી દઈએ કે, આ ઉત્પાદનોની કિંમત 10 ડોલરથી શરૂ થઈ 220 ડોલર સુધી છે. જો તમે વિદેશમાં રહેતા હોય તો, આ ઉત્પાદન સરળતાથી ખરીદી શકો છો. જોકે, ભારતમાં આ ઉત્પાદન તમે ના તો ખરીદી શકો છો અને ના તેની ડિલવરી થાય.


અમેઝોન.કોમ પર આ ઉત્પાદનોના વેચાણ પર પહેલા પણ વિરોધ થઈ ચુક્યો છે. આ પહેલા અમેઝોન પર મહાત્મા ગાંધીના ચિત્રવાળા ચપ્પલ અને ફ્લોર મેટ વેચાઈ રહ્યા હતા. કેટલાક વર્ષ પહેલા પણ આવો મામલો સામે આવ્યો હતો, જ્યારે દેવી દેવતાઓના ચિત્રવાળા ડોર મેટ પણ અમેઝોનની સાઈટ પર ઉપલબ્ધ હતા. જોકે, વિરોધ બાદ કંપનીએ બાદમાં પોતાની વેબસાઈટ પરથી આવા ઉત્પાદનો હટાવી દીધા હતા.