

બેટી બચાવો-બેટી પઢાઓ યોજનામાં રૂ. 200000 બેન્ક ખાતામાં આવી જશે, આ આશામાં હજારો લોકો ફોર્મ જમા કરાવવા રોજ પોસ્ટ ઓફિસમાં પહેંચી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કિશોર, વૃદ્ધ, યુવાનો અને મહિલાઓ પરિવાર સાથે અહીં પહોંચી ફોર્મ જમા કરાવવામાં લાગી ગયા છે.


છેલ્લા થોડા દિવસ પહેલા બેટી બચાવો-બેટી પઢાઓ યોજનામાં મફતમાં દીકરીઓને રૂ. 200000 મળશે તેવી અફવાહ ફેલાઈ ગઈ. દેખાત દેખતા જ સામાન્ય લોકો પોસ્ટ ઓફિસ તરફથી વિશેષ કાઉન્ટરની સુવિધા કરવામાં આવી, પરંતુ આ અફવાહને રોકવા માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી.


પોસ્ટ ઓફિસના અધિકારી વિનોદ કુમાર પંડિતે જણાવ્યું કે, હાલમાં એક ફોર્મ જમા કરાવવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. લોકો આ ફોર્મ દિલ્હી મોકલી રહ્યા છે. સંખ્યા વધારે હોવાના કારણે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થામાં વધુ કર્મચાઓ ગોઠવવામાં આવ્યા છે. પરંતુ પોસ્ટ અધીક્ષક કાર્યાલયમાં આ અભિયાન સંબંધિત કોઈ પણ પ્રકારની આવી યોજનાની જાણકારી નથી. તો પણ મોટી સંખ્યામાં લોકો ફોર્મ જમા કરાવી રહ્યા છે. ફોર્મ જમા નહી કરવા માટે કોઈને ના નથી પાડી શકતા. તેથી પોસ્ટ ઓફિસમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એવામાં ભીડને કાબૂ કરવી મોટી સમસ્યા બની ગઈ છે.


આ અફવાના ચક્કરમાં અત્યાર સુધીમાં હજારો લોકો પોસ્ટ ઓફિસમાં ફોર્મ જમા કરાવી ચુક્યા છે. કેટલાક લોકો પોસ્ટ ઓફિસમાં મહિલાઓને સમજાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ, 2 લાખ મેળવવાની આશામાં લોકો માનવા માટે તૈયાર જ નથી. મોટો પ્રશ્ન એ છે કે, આ પ્રકારની અફવા પર તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનું પગલુ ભરવામાં નથી આવી રહ્યું.