

બેંગ્લુરૂં : સમગ્ર દેશ જ્યારે રામ જન્મભૂમિ ખાતે રામ મંદિર નિર્માણની ભૂમિ પૂજન વિધિની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દેશ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. દેશની જાણીતી ફાર્માસ્યૂટિકલ કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila)એ બુધવારે કોરોનાની સ્વદેશી રસીના હ્યુમન ટ્રાયલ (human trial of vaccine) અંગે મોટા સમાચાર આપ્યા છે.


ઝાયડસ કેડિયાલ દ્વારા ZyCoV-D રસીનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રાયલના પ્રાથમિક તબક્કામાં જે ઉમેદવાર પર રસીનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે સ્વસ્થ છે. કંપની હવે આ રસીના મધ્યચરણનો પ્રયોગ કરશે.


ઝાયડસ આ રસી ZyCoV-Dનું લેટ ટ્રાયલ ફેબ્રૂઆરી અને માર્ચમાં કરવાનું આયોજન કરી રહી છએ અને પ્રતિ વર્ષ 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાનું આયોજન કરી રહી છે. કંપનીના ચેરમેને ઉક્ત નિવેદન ગત મહિને રોયટર્સને આપ્યું હતું. પ્રતિકાત્મક તસવીર


સ્વતંત્ર રીતે કાર્ય કરતા ડેટા સેફ્ટિ મોનિટરીંગ બોર્ડ દ્વારા કેડિલાની રસીના પ્રાથમિક તબક્કાના હ્યુમન ટ્રાયલમાં ભાગ લીધેલા ઉમેદવારોની સ્વસ્થચતાનું પુષ્ટી કરવામાં આવી છે. પ્રતિકાત્મક તસવીર