નવી દિલ્હી : ગઈકાલે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI) દ્વારા ગુજરાતની કંપની (Gujarat)ની કંપની ઝાયડસ કેડિલાની વેક્સીન (Zydus Cadila Vaccine) ઝાયકોવ-ડી (Zycov-D)ને દેશમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ દેશમાં કોરોના વેક્સીન (corona Vaccines in india)ની સંખ્યા છ થઈ ગઈ છે. ત્રણ ડોઝ વાળી (Three Dose Zycov-D Vaccine) સંપૂર્ણપણે સ્વદેશી અને પ્રથમ ડીએનએ બેઝ્ડ વેક્સીન છે. શનિવારે કંપનીએ જણાવ્યું કે ઑક્ટોબર સુધી કંપની દર મહિને 1 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે.
કંપનીએ જણાવ્યું કે તેમના દ્વારા જાન્યુઆરી અને ડિસેમ્બરમાં વેક્સીનની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવામાં આવશે. કંપની પાંચ કરોડ ડોઝ વેક્સીનના ઉત્પાદનનું લક્ષ્ય રાખીને ચાલી રહી છે. જોકે, આ તકે ભારત સરકારે કંપની પાસેથી 5 કરોડ ડોઝની માંગણી કરી હોવાના અહેવાલો છે. પરંતુ ઝાયડસ દ્વારા સરકારને કહેવામાં આવ્યું છે કે હાલમાં આ ડિમાન્ડને પહોંચી વળવું કંપની માટે શક્ય નથી. પ્રતીકાત્મક તસવીર
દરમિયાન ઝાયડસની આ વેક્સીનની કિંમત શું હશે તેના અંગે પણ આગામી સમયમાં નિર્ણય થઈ જશએ. કંપની આગામી દિવસોમાં વેક્સીનની પ્રતિ ડોઝ કિંમત નક્કી કરશે. ઝાયડસ કેડિલા પહેલાં દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયૉટેકની કોવેક્સીન, રશિયાની સ્પૂતનિક પાંચ, મૉર્ડના અને જ્હોસન એન્ડ જ્હૉનસન વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. આમ ઝાયડસની રસી દેશમાં છઠ્ઠી નવી વેક્સીન તરીકે આવશે.
કેડિલાની ZyCov-D વેક્સીનને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેકનોલોજી અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ રિસર્ચ દ્વારા સંયુક્ત ઉપક્રમે વિકસિત કરવામાં આવી છે. આ વેકસીન 2-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સામાન્ય ટેમ્પરેચરમાં રાખી શકાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વેક્સીન 12 વર્ષથી 18 વર્ષની ઉંમરના કિશોરથી યુવાનો માટે પણ સંપૂર્ણ પણે સુરક્ષિત છે. જોકે, આ ટ્રાયલના ડેટાનો પીયર રિવ્યૂ કરવામાં આવ્યો નથી. ઇમર્જન્સી યૂઝ બાદ આ વેક્સીન સંપૂર્ણ પણે ઉપયોગ માટે એપ્રૂવ થઈ જશે તો ભારતની આ બીજી સ્વદેશી વેક્સીન બનશે.