કાનપુરઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાં (kanpur) યુવકને એક સેક્સ વર્કર (sex worker) સાથે કઠંગી હાલતમાં સસ્પેન્ડ પોલીસએ (Suspended police) પકડી લીધો હતો. અને પોતાના સાગરીતો સાથે મળીને વીડિયો (video) અને ફોટો પાડીને તેને બ્લેકમેઈલ કરીને ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગભરાયેલા યુવકે આરોપીઓ સાથે મળીને પોતાના અપહરણની (Kidnapping) ખોટી કહાની પડોશીઓને બતાવી હતી. પરેશાન પરિવારના લોકો પૈસા લઈને પહોંચ્યા બાદ પોલીસ અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા. ત્યારબાદ સચ્ચાઈ ઉજાગર થઈ હતી. પોલીસે સસ્પેન્ડ પોલીસકર્મી સહિત ત્રણની ધરપકડ (arrested) કરી હતી.
મળતી માહિતી પ્રમાણે મેરાજ અંસારી શનિવારે સાંજે પોતાની સ્કૂટીથી ઘરે જીમ જવા માટે નીકળ્યો હતો. પરંતુ થોડા કલાકો બાદ પડોશમાં રહેતા આમિર ઉપર ફોન આવ્યો હતો કે મેરાજ અંસારી પોતાના પડોશીને પોતાનું અપહરણ થયાની જાણ કરે છે. મારા ઘરે સૂચના પહોંચાડી દો કે તેનું અપહરણ થયું છે અને ત્રણ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી લે. આટલું જ કહેતા તેનો ફોન કપાઈ ગયો હતો. આ સાંભળીને આમિર ગભરાઈ ગયો હતો અને મેરાજ અંસારીના પરિવારને જાણકારી આપી હતી.
મેરાજ અંસારીના પરિવારજનોએ તાત્કાલિક ત્રણ લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને એ નંબર ઉપર ફરીથી ફોન કર્યો હતો. ત્યારે અપહરકર્તાઓએ ખંડની રકમ શાસ્ત્રી ચોક અને પછી વિજય નગર ચોકડીએ બોલાવ્યા હતા. જ્યારે પરિવારજનો ચોકડીએ પહોંચ્યા તો અપહરણકર્તાઓનો ફોન બંધ થઈ ગયો હતો. પરિવારજનોએ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
એસપી સાઉથ અને સર્વેલન્સ ટીમ, સ્વાટ ટીમ, કિદવઈ નગર પોલીસે ત્રણ કલાકની અંદર ઘટનાનો ખુલાસો કર્યો હતો. સસ્પેન્ડ પોલીસકર્મી સહિત ત્રણ લોકોની એક કોલોનીમાંથી ધરપકડ કરી હતી. પોલીસ પ્રમાણે ચકરપુર મંડીના આઢતી મેરજા અંસારી એક માહી નામની યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. માહી છાસવારે સેક્સ વર્કર્સના નંબરો યુવકને આપતી હતી. તપાસમાં સામે આવ્યું કે થોડા દિવસો પહેલા જ એક સેક્સ વર્કર્સનો નંબર યુવકને આપ્યો હતો. એ યુવતીએ યુવકને મળવા માટે શનિવારે સાંજે દાદાનગર કોલોની મળવા બોલાવ્યો હતો. જ્યાં સસ્પેન્ડ પોલીસકર્મીએ યુવક અને યુવતીને એક સાથે રૂમમાં પકડી લીધા હતા.