ગ્વાટેમાલાના દૂતાવાસે પણ હોળીના અવસર પર ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. ગ્વાટેમાલા દૂતાવાસે ટ્વીટ કર્યું કે, "નવી દિલ્હીમાં રંગીન હોળીની ઉજવણીમાં ભાગ લેવાથી આનંદ થયો. વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી સાથે ભારતમાં ગ્વાટેમાલાની એમ્બેસી હોળીના આનંદની ઉજવણીમાં જોડાઈ હતી. સૌને હોળીની હાર્દિક શુભકામનાઓ. (ફોટો twitter/@EmbGuaIndia)
હોળીના અવસર પર આયર્લેન્ડના રાજદૂત બ્રેન્ડન વોર્ડે કહ્યું કે, 'હોળી એ ભારતના સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે. તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. તે હવે આયર્લેન્ડમાં એક લોકપ્રિય તહેવાર છે, ખાસ કરીને યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓમાં. ભારતના G20 અધ્યક્ષપદના સંદર્ભમાં, તે ભારત માટે વિશાળ વિશ્વ સમક્ષ તેની સંસ્કૃતિ દર્શાવવાની તક છે.' (ફોટો twitter/@M_Lekhi)
જણાવી દઈએ કે, સોમવારે દિલ્હીમાં હોળી ફેસ્ટિવલ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું અને તે ભારતના વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં રાજદ્વારીઓ અને વિદેશી પ્રતિનિધિઓ અને અન્ય મહેમાનોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિનિધિમંડળે બોલિવૂડ સંગીતની ધૂન પર ડાન્સ કર્યો હતો. (ફોટો twitter/@M_Lekhi)