પુલની નીચે આખું એફિલ ટાવર (330 મીટર ઊંચું) અને તેની નીચે આશરે 10 માળ ઊંચી ઈમારત આવી શકે છે. ચિનાબ નદી પર રેલ્વે પુલ પર ચાલવા વાળી એક નાની રેલ્વેનો ટેસ્ટ પણ હમણા સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે. આ વર્ષે 13 ઓગસ્ટે દુનિયાના સૌથી ઊંચા સિંગલ-કમાન રેલ્વો બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ( તસવીર: twitter/@RailMinIndia)
જણાવી દઈએ કે, આ પુલના નિર્માણને 2004માં મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ ખરાબ વાતાવરણના કારણે તેને બનવામાં આટલી વાર લાગી છે. એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટને પૂરો કરવાની ડેડલાઈન ઘણા વર્ષો પહેલા ગઈ છે. આ પુલને ટેક્લા નામની એક સોફ્ટવેર કંપની દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. ( તસવીર: twitter/@RailMinIndia)
આ પુલમાં એક ઉચ્ચ-ગ્રેડ સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાનનો સામનો કરી શકે છે. ભારતીય રેલ મંત્રાલયે શનિવારે આ પુલની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) શનિવારે પુલનું નિરીક્ષણ કર્યું અને જાહેરાત કરી કે, મોટર ટ્રોલી ચલાવવાની અને બોલેરો અનુકૂલિત રેલ કામગીરીના વધુ બે ટ્રાયલ થશે. ( તસવીર: twitter/@RailMinIndia)
અત્યાર સુધીમાં ઘણી સુરક્ષાની તપાસ કરવામાં આવી છે. તેમાં હાઇ-સ્પીડ વિન્ડ ટેસ્ટ, આત્યંતિક તાપમાન પરીક્ષણ, ધરતીકંપ-સંભવિત પરીક્ષણ અને પાણીના સ્તરમાં વધારાને કારણે હાઇડ્રોલોજિકલ અસરોનો સમાવેશ થાય છે. દુનિયાના સૌથી ઊંચા પુલને એન્જિનિયરિંગનો કમાલ બતાવતા રેલ્વે મંત્રીએ કહ્યું કે, ચિનાબ પુલ નિર્માણનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. ( તસવીર: twitter/@RailMinIndia)