

અમદાવાદ: 2020નું વર્ષ હવે પૂર્ણ થવામાં બે દિવસની વાર છે. આ વર્ષમાં કોરોના મહામારી સિવાય અનેક એવી ઘટનાઓ બની છે જેને લોકો ક્યારેય નહીં વિસરે. આજે અમે તમને આવી જ ઘટનાઓ અંગે જણાવી રહ્યા છીએ. તો નીચે જાણો કયા મહિનામાં દુનિયામાં કઈ ખાસ ઘટના બની હતી.


જાન્યુઆરી: ઓસ્ટ્રેલિયાના જંગોલમાં ભીષણ આગ । યુક્રેનનું વિમાન તહેરાનમાં ક્રેશ થયું । કોબે બ્રાયન્ટનું ચોપર ક્રેશમાં નિધન । કોરોના વાયરસ વૈશ્વિક હેલ્થ ઇમરજન્સી જાહેર । UK વિધિવત રીતે EUમાંથી બહાર થયું


ફેબ્રુઆરી: ટ્રમ્પ મહાભિયોગના આરોપમાંથી મુક્ત થયા । Parasite ચાર ઓસ્કાર ઍવોર્ડ જીતી । હાર્વે વેઇનસ્ટેઇન પર બળાત્કારનો આરોપ


માર્ચ: ઇટાલીએ રાષ્ટ્રીય વ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી । કોરોના બીમારીને મહામારી જાહેર કરવામાં આવી । 2020 ઓલિમ્પિક રદ


એપ્રિલ 76 દિવસ પછી વુહાનમાંથી લૉકડાઉન હટ્યું । ન્યૂયોર્કમાં 160,000 પોઝિટિવ કેસ નોંધાયા । ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકામાં ઓઇલની કિંમતો નેગેટિવ થઈ


જૂન: પ્રાઇવેટ મોડ ટ્રેકિંગ માટે ગૂગલ સામે કેસ । રશિયામાં ઓઇલ ઢોળાવાનો બનાવ । ન્યૂઝિલેન્ડ કોવિડ-19 ફ્રી દેશ જાહેર


ઓગસ્ટ: બૈરુતમાં ધડાકો । હૉંગકૉંગમાં ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવો બનાવ । ચેડવિક બોસમેનનું નિધન । વેસ્ટ કોસ્ટમાં આગ । શિન્જો આબેનું જાપાન PM પદેથી રાજીનામું


નવેમ્બર: જો બાઇડન USના પ્રમુખ ચૂંટાયા । ઉટામાં પ્રથમ મોનોલીથ મળ્યો । સ્કોટલેન્ડે તમામ માટે પીરિયડ પ્રૉડક્ટ્સ ફ્રી કરી