રોમાનિયાનું સંસદ ભવન: દુનિયાના તમામ સંસદ ભવન સુંદર હોવાની સાથે સાથે અત્યંત સુરક્ષિત પણ બનાવવામાં આવે છે, કેમ કે અહીં દેશના તમામ સંસદ સભ્યો એકસાથે બેસે છે. વાત જો સુરક્ષાની આવે તો રોમાનિયાના સંસદ ભવનનું નામ આના લાઝમી છે. રોમાનિયાના સંસદ ભવનને સૌથી મજબૂત માનવામાં આવે છે. આ સંસદ ભવનનું બાંધકામ 20,000થી વધારે સૈનિકો અને કેદીઓએ રાત-દિવસ મહેનત કરીને બનાવી છે. આ સંસદ ભવનની અંદર અને ચારેતરફ આરસપથ્થર લગાવેલા છે. તો વળી સંસદ સભ્યોની સુરક્ષા માટે 8 ગુપ્તચર સુરંગો બનાવેલી છે. (વિકીપીડિયા)
બ્રિટેનનું સંસદ ભવન:બ્રિટેનનું સંસદ ભવન એટલે કે, પેલેસ ઓફ વેસ્ટમિંસ્ટરને દુનિયાનું સૌથી આલિશાન સંસદ ભવન માનવામાં આવે છે. 12 લાખ સ્ક્વેર ફુટમાં બનેલું આ સંસદ ભવન લગભગ 12 ફુટબોલ મેદાન જેટલું મોટું છે. થેમ્સ નદીના કિનારે બનેલ આ સંસદ ભવનમાં ન્યૂ પેલેસ, હાઉસ ઓફ કોમન્સ અને એલિઝાબેથ નામના ત્રણ ટાવર બનેલા છે. (સો. મીડિયા)